જાફરાબાદના મીતીયાળાના તપોવન ટેકરી ૧૦૦૮ સાંકેતવાસી રાઘવેન્દ્રદાસ (તપસીબાપુ)ના આશ્રમે હનુમાનજી મહારાજના પાટોત્સવ પ્રસંગે રામચરીત માનસ જ્ઞાનગંગાના ધાર્મિક પ્રવાહમાં હજારો ધર્મપ્રેમી જનતા ઉમટી પડી જેમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભજન અને મહાપ્રસાદ સાથે આજે તા.૧૪ માર્ચે રાત્રે ૯ કલાકે મેરાણભાઈ ગઢવી અને માયાબહેન દુધરેજીયાની કલાવૃંદ ગ્રૃપ દ્વારા લોક ડાયરો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. ધર્મપ્રેમી જનતાને મુખ્ય યજમાનો હરજીભાઈ લક્ષ્મણભાઈ બારૈયા, દાદુભાઈ ભગવાનભાઈ બારૈયા, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા નાનજીભાઈ પીઠાભાઈ બારૈયા, તેમજ છનાભાઈ કલ્યાણભાઈ બારૈયા દ્વારા આ તમામ મહોત્સવના આયોજક દ્વારા પધારવા બાબરીયાવાડની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરેલ છે.