વડોદરા અને આસપાસના ગામોમાં મગરો મળી આવવાના એક પછી એક બનાવો બની રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વામિત્રી અને ઢાઢર નદી ની જેમ હવે નર્મદા કેનાલમાંથી પણ મગરો બહાર આવવાના બનાવો બની રહ્યા છે. હાલોલ રોડ પર હોસાપુર ગામ પાસે ની નર્મદા કેનાલ માંથી આજે મળસ્કે પોણા ચાર વાગે ૧૦ ફૂટનો મહાકાય મગર બહાર આવી જતા એક ખેડૂતનું ધ્યાન ગયું હતું અને તેણે ગ્રામજનોને સચેત કર્યા હતા.
બનાવની જાણ વડોદરાની જીવદયા સંસ્થાને કરાતા કાર્યકરોએ એકથી દોઢ કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. આમ ગ્રામજન ની સતર્કતાના કારણે જાનહાનિ થતા રહી ગઈ હતી.