માં આદ્યશક્તિની આરાધના માટે શહેરમાં ગરબા ગ્રાઉન્ડના ઘણા આયોજનો થયા છે. ભાઠ્ઠા વિસ્તારમાં ગ્રીન સિટી ગરબા આયોજનમાં આયોજકોએ એક યુવકને જાહેરમાં ઢીકા પાટુનો માર માર્યો હતો.
ગ્રીન સિટી ગરબામાં યુવતીની છેડતી કરાઈ હોવાના નામે ગરબાના આયોજકો દ્વારા પિતા પુત્રને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સાથે ઉગ્ર બોલા ચાલી બાદ માર મારવામાં આવ્યો હતો. ગરબામાં હાજર અન્ય લોકોએ જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા દારૂ પીને ઉધ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સામે આવેલા વીડિયો અંગે તપાસ કરવામાં આવતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.