બોટાદ જીલ્લાના રાણપુર માં આવેલ મનુભાઈ શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં આવેલ શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડીટોરીયમ હોલ ખાતે માં ભગવતી આદ્યશક્તિ અંબાજી માતાજીની નવલી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.માં ભગવતી આદ્યશક્તિની આરાધના ના ભાગરૂપે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમની શુભ શરૂઆત સ્કુલના સંચાલકો અને શિક્ષકોના હસ્તે માતાજીની આરતી ઉતારી ને કરવામાં આવ્યુ હતુ.આ ગરબા મહોત્સવમાં એક હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.અને ગરબાની ધુમ મચાવી વિદ્યાર્થીઓ સહીત હાજર સૌ કોઈ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટ્રેડીશનલ વસ્ત્રો ધારણ કરી ગરબે રમ્યા હતા.જ્યારે આ નવરાત્રીના રંગારંગ કાર્યક્રમમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, મધુબેન વઢવાણા,અલ્પા મેડમ, રાજેન્દર સાહેબ સહીત રાણપુર પંથકના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.અને આ કાર્યક્રમ ને મનભરી ને માણ્યો હતો.