અમદાવાદ શહેરના સુભાષબ્રીજથી અખબારનગર જતા રાણીપ બસસ્ટેન્ડ પાસે બીઆરટીએસ કોરિડોરના ડિવાઈડર અને હોર્ડિંગના થાંભલાને કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું બોનેટ દબાઈ ગયું હતું. અકસ્માતમાં ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીઆરટીએસ કોરીડોરના સાઈન બોર્ડના થાંભલાને જીજે૦૧એચએક્સ૬૫૯૧ નંબરની હ્યુન્ડાઈ કાર અથડાઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. અમૃત પટેલ, પ્રાચી,જયશ્રી અને યશને ઈજાઓ પહોંચતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.