દામનગર શહેર માં વાણિજ્ય બજાર નું હાર્દ ગણાતું અજમેરા શોપિંગ સેન્ટર અઢી સો થી વધુ દુકાનો ધરાવતા શોપિંગ સેન્ટર ના મુખ્ય પ્રવેશ પાસે કાયમી અડીગો જમાવતા આખલા નો આતંક ક્યારે હડી કાઢે કોઈ વાહન ને ઉલાલવું સામાન્ય બની રહ્યું છે દામનગર શહેર માં વર્ષો થી ઢોર પુરવા નો ડબ્બો પડી ને મેદાન થયો છે સ્થાનિક પાલિકા તંત્ર ની જવાબદારી છે પણ નિભાવે તો ને ? શહેર માં કચેરી ચોક લુહાર શેરી વાણીયા શેરી સરદાર ચોક અજમેરા શોપિંગ જૂની શાકમાર્કેટ વિસ્તાર તો આખલા ની રીત સર ની બજારો ભરાતી હોય તેવા દ્રશ્યો આખલા ના આતંક થી અનેક વખત અકસ્માતો બને છે પાલિકા તંત્ર આ રેઢિયાર પશુ ઓ માટે નિયમન કરી ફરજ બજાવી અને શહેરીજનો ને સુરક્ષા નો અહેસાસ કરાવે તે જરૂરી છે