મહુવા જુના બસ સ્ટેન્ડ પાસેથી વરલી મટકાના જુગાર રમતા ૬ ઝડપાયા

776

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પરેલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ. આર.બી.વાઘિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના  બાતમીરાહે હકિકત મળેલ કે મહુવા જુના બસ સ્ટેન્ડમાં એલ.આઇ.સી. ની ઓફિસ પાછળ જાહેર માં અમુક ઇસમો પૈસાની આપ-લે કરી બોમ્બે વરલી મટકાના આંકડાનો જુગાર છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૬ ઇસમો જાહેરમાં બોમ્બે વરલી મટકાના આંકડાનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં.(૧) રફિકભાઇ ભીખુભાઇ કાછેલા ઉ.વ.૪૧ રહે.હેવન સિનેમાં સામે, મહુવા (૨) રહેમાનભાઇ મહમદભાઇ કબરીયા ઉ.વ.૪૩ રહે.ખાટકીવાડ,મહુવા (૩) કરશનભાઇ ભીમાભાઇ બારૈયા ઉ.વ.૬૦ રહે.તુલસી સોસાયટી, મહુવા (૪) રમેશભાઇ ભગવાનભાઇ બારૈયા ઉ.વ.૫૬ રહે.જનતા પ્લોટ નં.-૧,ભવાની ચોક, મહુવા (૫) રાજાભાઇ ભીમાભાઇ ચાવડા ઉ.વ.૫૮ રહે.બોરડી ગામ, તા.મહુવા (૬) અબ્દુલ ઉર્ફે અબાકાદર કરીમભાઇ મોરખ ઉ.વ.૪૨ રહે.ભવાનીનગર,મહુવા વાળાઓને બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂપિયા ૩૨૩૮૦/- તથા જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ ૦૭ કિ.રૂ.૧૮,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫૦૮૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleમહુવાના લોયંગા ગામે વિજયાદશમીની ઊજવણી
Next articleભાવ. એસ.ટી. દ્વારા વિવિધ સ્થળોએથી મુસાફરો લેવા અને મુકવાની સેવા શરૂ