ભારતનો સ્ટાર બેટ્‌સમેન મનીષ પાંડે અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે પરણશે

541

ભારતનો સ્ટાર બેટ્‌સમેન મનીષ પાંડે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ અભિનેત્રી અશ્રિતા શેટ્ટીને પોતાની જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે બંનેના ૨ ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન થશે. મનીષ પાંડે હાલ કર્ણાટક ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે અને વિજય હઝારે ટ્રોફીમાં રમી રહ્યો છે. મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટી રિલેશનશિપમાં હોવાના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે. હવે લગ્નના જાણકારી આવ્યા પછી આ સંબંધોની પૃષ્ટી થઈ ગઈ છે.

૨૬ વર્ષની અશ્રિતા સાઉથની ફિલ્મોનું જાણીતું નામ છે. તે ઇન્દ્રજીત, ઓરુ કન્નયમ મૂનૂ કલાવાનિકલમ, ઉદયમ એનએચ ૪ જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે એક નવી ફિલ્મ ઉપર પણ કામ કરી રહી છે. તેણે ઉદયમ એનએચ ૪ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને તેમાં તેની સાથે તમિલ સુપરસ્ટાર સિદ્ધાર્થ (રંગ દે બસંતી ફેમ) હતો.

અશ્રિતા એક બ્યૂટી કોમ્પિટિશનથી ચર્ચામાં આવી હતી. તેણે જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે પાંડે અને અશ્રિતાના લગ્નમાં નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો સામેલ થશે. લગ્નનો કાર્યક્રમ બે દિવસ ચાલશે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સામેલ થાય તેવી સંભાવના છે. પાંડેના લગ્નની તારીખની નજીક ભારતીય ટીમનો વેસ્ટ ઇન્ડીઝ સામે મુકાબલો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૬ ડિસેમ્બરે ટી-૨૦ મેચ રમાવાની છે.

Previous articleદ.આફ્રિકા સામે પ્રથમ દિવસના અંતે ભારત ૨૭૩/૩, અગ્રવાલે સતત બીજી મેચમાં સદી મારી
Next articleડાબે-જમણે અને સેન્ટર, બોલરોને કન્ફ્યૂઝ કરે છે સ્મિથ : ડેલ સ્ટેન