કૌટુંબિક દિયરે આડા સંબંધના વહેમમાં ભાભીની હત્યા કરતા ખળભળાટ

1020

આણંદ તાલુકાના વઘાસી ગામે બુધવાર રાત્રે કૌટુંબીક દિયરે બાજુમાં રહેતા વિધવા ભાભી સાથે આડાસંબંધ બાબતે ખોટો વહેમ રાખનીને ઝગડો કર્યો હતો. ભાભીને માથામાં લાકડાના દંડા તથા સિમેન્ડના થાંભલાના ટુકડો મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.જેથી નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જણ થતાં આણંદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.હત્યાનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં હત્યારા દિયરે ઝડપી પાડીને જેલ ભેગો કર્યો છે.

વઘાસી ગામના રામદેવ ચોકમાં રૂપાબેન રાજુભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૪૦)નામની વિધવા મહિલા પોતાના બે દિકરા નામે પ્રતિક અને કૈવલ સાથે રહે છે. રૂપાબેનના પતિ રાજુભાઈ ડાહ્યાભાઈ પરમારનું ૫ વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું.તેમની બાજુમાં કૌટુંબીક પરિવારના સભ્યો રહે છે.બુધવાર રાત્રે ૮ વાગ્યાના અરસામાં રૂપાબેનની બાજુમાં રહેતા કૌટુંબીક દિયરે અલ્પેશ મનુભાઇ પરમારે ભાભી રૂપાબેન પર અન્ય પુરૂષ સાથે આડો સબંધ ધરાવતા હોવાનો ખોટો વહેમ રાખીને ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાઈ ગયેલા અલ્પેશ પરમારે રૂપાબેનને માથામાં તેમજ શરીરના અન્ય ભાગ ઉપર લાકડાના ડંડા તથા સિમેન્ટના થાંભલાના ટુકડાથી માર માર્યો હતો. આ સમયે માતાની ચીસો સાંભળી દીકરો કૈવલ વચ્ચે છોડાવવા પડ્યો હતો.

Previous articleસેંસેક્સ ૨૯૮ પોઇન્ટ ઘટી ૩૭,૮૮૦ની સપાટી ઉપર
Next articleપતિ સાથે વાત કરતી હોવાની શંકાથી પત્નીએ વિદ્યાર્થિનીનું અપરહણ કર્યુ, કૂવામાંથી મૃતદેહ મળ્યો