ભાવનગર સહિત અન્ય જીલ્લામાંથી વાહન ચોરી- ધાંડ અને અન્ય ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ભતીયા ગેંગના ત્રણ સાગરીતને એલસીબી ટીમે ચોરી કરેલ વાહનો સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી છે.
ભાવનગર,એલ.સી.બી.ની ટીમ રાત્રીનાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન શિહોર,ગરીબશાપીરની દરગાહ સામે આવતાં પો.કો. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે,સોનગઢ તરફથી જુના જેવી ત્રણ બોલેરો પીકઅપ શિહોર બાજુ આવે છે.અને એક પીકઅપમાં હોન્ડા મો.સા. ભરેલ છે.જે તમામ વાહનો શંકાસ્પદ જણાય છે.જેથી આ બાતમી આધારે વોચમાં રહેતાં જીતુભાઇ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) મફતનગર,બેલા રોડ, ગારીયાધાર પાસેથી બોલેરો પીકઅપ રજી. નંબર-જી.જે.-૦૫-બીયુ ૫૯૦૯ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- , મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ પઠાણ (ઉ.વ.૩૨ ભૈરવપરા,પેલેસ રોડ,ૈં પાલીતાણા) પાસેથી બોલેરો પીકઅપમાં રજી.નંબર-જીજે-૧૪-ડબલ્યુ ૫૭૪૪ બોલેરો કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, રાજુભાઇ વાસુરભાઇ વાઘોશી (ઉ.વ.૨૫ રહે.સાંજણાસર તા.પાલીતાણા) પાસેની બોલેરો પીકઅપમાં પાછળનાં ભાગે ત્રણ મો.સા. ભરેલ રજી.નંબર વગરની બોલેરો કાર મળી આવેલ. જે બોલેરો કિ.રૂ.૪,૦૦,૦૦૦/- અને ત્રણ મો.સા.ની કિ. ૯૦ હજાર, ઉપરોકત બોલેરો પીકઅપ સુરત શહેર, ઉપલેટા, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી તથા મો.સા.-૦૩ પાલીતાણા, તળેટી રોડ ઉપરથી, અમદાવાદ,મહેસાણા ચોકડી ઉપરથી તથા બાબરા નજીક કોટડા ગામે સમુહલગ્નમાંથી ચોરી કરેલ હોવાની તેમજ આઠેક મહિના પહેલાં શિહોર તાલુકા નાં ઘાંઘળી ગામ પાસે આવેલ નવાગામ (પાલડી) ગામેથી પાંચ ભેંસ તથા એક પાડીની ચોરી કરેલ તેમજ સણોસરા ગામ રાજકોટ હાઇ-વે પર મંદિરની નજીક આવેલ વાડીમાં ધાડ કરી કપાસ લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે ઉપરોકત તમામ બોલેરો-૩ તથા મો.સા.-૩ શકપડતી મિલ્કત ગણી કબ્જે કરેલ છે.
આ અંગે વધુ તપાસ દરમ્યાન તેઓએ ચોરી કરેલ બોલેરો પૈકીની એક બોલેરો અમરેલી જિલ્લાની વંડા પોલીસે દારૂ સાથે પકડી પાડતાં કબ્જે કરેલ છે.તેમજ બીજી બોલેરો આરોપી જીતુ ઉર્ફે ભતીયાનાં ઘર પાસે બાવળની કાંટમાંથી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ છે.તેમજ એક મારૂતિ વાન કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી રૂપાવટી રોડ ઉપરથી કબ્જે કરવામાં આવેલ છે.જે તમામ આરોપીઓ તથા મુદ્દામાલ શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે. કુલ-૧૦ વણશોધાયેલ ગુન્હાઓ શોધી રૂ.૧૪,૪૦,૦૦૦/-નાં ચોરીનાં મુદ્દામાલ સાથે નામીચા ચોર સહિત કુલ-૩ઇસમને ઝડપી પાડવામાં ભાવનગર,એલ.સી.બી. ટીમને સફળતા મળેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજોની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા ,અજયસિંહ વાઘેલા તથા ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા, હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.