એનસીસીનો પદવીદાન સમારોહ યોજાયો

690
bhav1532018-4.jpg

નેશનલ કેડેટ્‌સ કોર્પસ અથવા જેને આપણે એનસીસી તરીકે ઓળખીએ છીએ તે રાષ્ટ્રીય સંસ્થા ભારતીય યુથને આદર્શ નાગરિક બનાવે છે. એનસીસીમાં ડ્રીલ, શસ્ત્ર તાલીમ, પીટી, એરો મોડલીંગ, શીપ મોડલીંગ અને ફાયરીંગ જેવી વિવિધ તાલીમ આપવામાં આવે છે કે જે તાલીમ આ કેડેટ્‌સે ત્રણ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરે છે અને અંતે આ કેડેટને પણ પ્રાયોગિક અને લેખિત પરીક્ષા લેવામાં આવેલ જેમાં સફળ થયેલા કેડેટ્‌સને મુલ્વાન સી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.
આ વર્ષે એનસીસી સી પ્રમાણપત્ર પદવીદાન સમારંભમાં એનસીસીના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના કેડેટ્‌સોને સી પ્રમાણપત્રથી સન્માનવામાં આવનાર છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનસીસી ગ્રુપ રાજકોટ અને સંકલન મેજર જનરલ ડો.સુભાષચંદ્ર શરણ, એ.ડી.જી. એનસીસી ડાયરેક્ટેટ, ગુજરાત દાદરાનગર અને દીલ અને દમણના માર્ગદર્શનમાં થયું. આ સી પ્રમાણપત્રની પરીક્ષામાં પપ૮ જેટલા કેડેટ્‌સ રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, જામનગર અને કચ્છના છે. આ સી પ્રમાણપત્ર પદવીદાન સમારંભને તેજસ્વી બનાવવા માટે અત્રે ભાવનગર શહેર મેયર નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા.
આ રંગારંગ કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહે પ્રાસંગીક પ્રવચન કર્યુ. ત્યારબાદ પદવીદાન સમારંભ કાર્યક્રમને લગતું પ્રવચન મેજર જનરલ ડો.સુભાષચંદ્ર શરણ દ્વારા રજુ થયું. તેમણે સફળતા પ્રાપ્ત કરેલ કેડેટ્‌સને અભિનંદન આપ્યા. આ કાર્યક્રમમાં કેડેટ્‌સ સંજય પંજાબી અને સ્વામી નિત્યાસ્વરૂપદાસજીએ પ્રેરક પ્રવચન કર્યુ અને એનસીસી ૬ બટાલિયનના લેફ્ટ કર્નલ કે.એસ. જાખરે આભારદર્શન કર્યુ હતું.

Previous articleધાડ- વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ‘ભતીયા ગેંગ’ના ૩ ઝબ્બે
Next article વરતેજમાંથી ઈંગ્લીશ દારૂની ૪રપ પેટી ભરેલો ટ્રક ઝડપાયો