છેલ્લા ૧૦ દિવસથી સમગ્ર રાજ્યમાં ચર્ચાની ચગડોળે ચડેલા વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલને કસોલથી શોધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી હતી. અમદાવાદ ઍરપૉર્ટથી ક્રાઇમ બ્રાન્ચ આવી પહોંચેલા વૃષ્ટી પટેલ અને શિવમ પટેલે જણાવ્યું હતું કે ’અમારે રાહુલ ગાંધીજી’ને મળવું છે. શિવમ પટેલના આવા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલ હિમાચલના કસોલથી મળી આવ્યા બાદ ક્રાઇમ ફ્લાઇટ મારફતે અમદાવાદ લઈ આવી હતી. પોલીસને આ બંને મિત્રોએ જણાવ્યું હતું કે ’તેઓ સાંસારિક જીવનથી કંટાળી ગયા હતા અને સન્યાસના માર્ગે હિમાલયનો આધ્યાત્મિક પ્રવાસ કરવા નીકળ્યા હતા. ’ જોકે, અમદાવાદ ઍરપૉર્ટથી ક્રાઇમ બ્રાન્ચ પહોંચેલા શિવમને પત્રકારોએ પૂછ્યું કે તમે શા માટે ભાગી ગયા હતા? ત્યારે શિવમ પટેલે જવાબ આપ્યો હતો કે ’ સત્ય માટે.. અમારે રાહુલ ગાંધીજીને મળવું છે. એક્સક્યૂઝ મી…’
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બંનેની તલસ્પર્શી પૂછપરછ કરશે અને તેમની પાસેથી ઘર છોડીને જવાનું કારણ જાણશે. દરમિયાન શિવમ પટેલના દાદાએ મીડિયા સાથે કઈ પણ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ’મારે કશું કહેવું નથી મને માફ કરો, મને હાર્ટ એટેક આવશે તો પોલીસ સ્ટેશને લઈ જવો પડશે.’