ઇડી સમક્ષ ૧૪મીએ હાજર રહેવાનો ચિદમ્બરમને હુકમ

536

તિહાર જેલમાં સજા ભોગવી રહેલા પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેની મુશ્કેલીઓ ઓછી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીની ખાસ અદાલતે ૧૪મી ઓક્ટોબરના દિવસે બપોરે ત્રણ વાગે ઇડીની સમક્ષ ઉપસ્થિત થવા ચિદમ્બરમને આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ ચિદમ્બરમની સામે પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી ચિદમ્બરમ કોર્ટના આદેશ મુજબ ૧૪મી ઓક્ટોબરે ત્રણ વાગે ઇડી સમક્ષ ઉપસ્થિત થશે. આજે ઇડીએ દિલ્હીની ખાસ અદાલતમાં અરજી દાખલ કરીને ચિદમ્બરમની ઉપસ્થિતિની માંગ કરી હતી.

ઇડીએ પોતાની અરજીમાં માંગ કરી છે કે, આઈએનએક્સ મિડિયા મામલામાં ચિદમ્બરમને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે. કોર્ટે પહેલા જ ચિદમ્બરમની ઇડીની સામે સેરેન્ડર કરવા માટેની અરજીને ફગાવી દીધી છે. આ પહેલા ગુરુવારના દિવસે ઇડીએ એરસેલ-મેક્સિસ મામલામાં પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મળેલા આગોતરા જામીનને પડકાર ફેંકીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. ન્યાયમૂર્તિ સુરેશ કેતે ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિની જામીન અરજીને રદ કરવા સંબંધિત એજન્સીની અરજી પર નોટિસ જારી કરી છે. આ સમગ્ર મામલામાં આગામી સુનાવણી ૨૯મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. આને લઇને કોર્ટમાં પણ તર્કદાર દલીલો ચાલી રહી છે. બીજી બાજુ ચિદમ્બરમ સામે હજુ કાયદાકીય ગૂંચ અકબંધ રહી શકે છે. થોડાક દિવસ સુધી ધરપકડને ટાળ્યા બાદ ચિદમ્બરમની તેમના આવાસ પરથી અગાઉ નાટ્યાત્મકરીતે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદથી ચિદમ્બરમને કોઇ જામીન મળી રહ્યા નથી અને સતત તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે. ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વરિષ્ઠ વકીલોની રજૂઆત પણ કામ લાગી નથી અને તેમને જેલમાં સજા ભોગવવાની ફરજ પડી રહી છે. હવે ઇડી પણ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. ૧૪મી ઓક્ટોબરના દિવસે બપોરે ૩ વાગે ઇડી પુછપરછ કરનાર છે. દિલ્હીની તિહાર જેલમાં રહેલા ચિદમ્બરમને લઇને કોંગ્રેસના નેતાઓ પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે.

 

Previous articleકાશ્મીર મામલે કોઇ પણ દેશની દખલગીરી મંજૂર નથી : અમિત શાહ
Next articleમહાબલીપુરમમાં બે મહાબલીની મુલાકાત