તળાજા મા દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન. એ. ગોહિલ ની ભાવનગર બદલી થતાં તેમનો વિદાય સમારંભ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે બગદાણા. તળાજા અને દાઠા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જી. આર. ડી સ્ટાફ આગેવાનો ની વિશાળ હાજરી મા યોજાયો હતો જ્યારે નવા પીએસઆઇ આર. એ. વાઢેર ને આવકાર પુષ્પગુચ્છ આપી વેલકમ કરવામાં આવેલ પીએસઆઇ ગોહિલ જણાવ્યું હતું કે દાઠા પોલીસ સ્ટેશન મા બે વર્ષ સેવા આપવાનો મોકો મળ્યો અને સ્ટાફ દ્વારા સરસ હેલ્પ મળી હતી અને નજીક ના ધાર્મિક સ્થળો ગોપનાથ મસ્ત રામ ધારા કોટડા રાંદલમાતા આમળા સહીત દર્શન નો પણ લાભ મળતો રહ્યો હતો પોલીસ સ્ટાફ અને કોઈ પણ ને ગમે ત્યારે માર્ગદર્શન ની જરૂર પડે ત્યારે ફોન કરજો અને નવા પીએસઆઇ ને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી જ્યારે નવયુવાન નવા પીએસઆઇ વાઢેરે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં અને ધાર્મિક સ્થળો પર જોબ કરવાની મજા આવશે કાયદો કાયદાનું કામ કરશે અને કોઇ પણ પ્રકારની કનડગત નહી ચલાવી લેવામાં આવે કોઈ પણ ચમરબંધી ને નહી છોડવામાં આવે કોઈ પણ ક્રાઈમ હોઈ નાગરિક સીધો મારો સંપર્ક કરી શકશે જયરાજશિંહ . અનિલ ભાઈ સુરેન્દ્ર શિહ સહિત ના એ મોમેન્ટ આપી વિદાય આપી હતી.