પ્રાઈવેટ પાર્ટમાં ૯૦ લાખનું સોનુ છુપાવેલ યુવક એરપોર્ટ પરથી ઝડપાયો

430

સુરતનું એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાંથી સુરત આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોનાની દાણચોરી કરતા કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. જોકે તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે વલસાડના એક યુવકને ૯૦ લાખના સોના સાથે ઝડપી પડ્યો હતો.

શુક્રવારે શાહજહાંથી સુરત આવેલી ફ્લાઈટમાં એર ઇન્ટેલિજન્સ યુનિટે એક યુવકને મુસાફરને પૂછપરછ માટે અટકાવ્યો હતો. મૂળ વલસાડના આ યુવકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પેન્ટ અને ગુપ્તાંગના ભાગે છુપાવેલુ સોનું મળી આવ્યું હુતં. કસ્ટમ વિભાગે આ સોનાનો આંકડો અંદાજે ૯૦ લાખ જેટલો બતાવ્યો હતો. કસ્ટમ વિભાગે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ, ૯૦ લાખની કિંમતના ૨૨૦૦ ગ્રામની સોનાની દાણચોરી થતી કસ્ટમ વિભાગે અટકાવી છે.

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટનાઓ સતત બની રહી છે જોકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે શારજાહથી આવતી ફ્લાઈટમાં અત્યાર સુધી જેટલા પણ લોકો સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે, તેમાંથી મોટાભાગના સોનાને પીગળાવી તેમાં કેમિકલ પ્રોસેસ કરી પેસ્ટ બનાવી ગુપ્તાંગમાં છુપાવે છે.

Previous articleજીવતા સર્પ સાથે ગરબો રમનારી ૩ બાળા સહિત ૫ સામે ફરિયાદ નોંધાઈ
Next articleરાષ્ટ્રપતિનું અમદાવાદ વિમાન મથકે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત