માઇક્રો ઇકોનોમિક ડેટાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિના માટેના ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ ફુગાવાના આંકડા આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. વધુમાં સપ્ટેમ્બર મહિના માટેના વેપાર આંકડાના ભારતના સંતુલનની પણ રાહ જોવામાં આવી રહી છે. આ આંકડા ૧૫મી ઓક્ટોબરના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતની વેપાર ખાધ અથવા ટ્રેડ ડેફિસિટનો આંકડો ઓગસ્ટ મહિનામાં ઘટીને ૧૩.૪૫ અબજ ડોલર થઇ ગયો હતો જે ગયા વર્ષે આજ મહિનાના ગાળામાં ૧૭.૯૨ અબજ ડોલરનો રહ્યો હતો. અપેક્ષા કરતા આ આંકડો ઓછો રહ્યો છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, આ આંકડો ૧૩.૬૦ અબજ ડોલરનો રહેશે. બીજી બાજુ નાણામંત્રાલય દ્વારા આવતીકાલથી ૨૦૨૦-૨૧ માટેની બજેટ કવાયત શરૂ કરવામાં આવનાર છેજે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલનાર છે. જુદા જુદા મંત્રાલયોના નાણાંકીય સલાહકારો નાણાંકીય વર્ષ માટેના ુસુધારેલા અંદાજને તૈયાર કરશે. નાણામંત્રી પોતે આવતીકાલે જાહેર ક્ષેત્રની બેંકોના સીઈઓ સાથે ચર્ચા કરશે.