વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ખેંચી ભાગી જનાર પાકીટમારમાંથી એકને પોલીસે પકડી પાડ્યો છે. ધરપકડ કરાયેલ પાકીટમારનું નામ નોનૂ છે અને તેની પાસેથી ફરિયાદી દમયંતીબેનના પર્સ અને મોબાઇલ ફોન્સ લઇ લેવામાં આવ્યા છે.
શનિવારના રોજ એલજી હાઉસથી નજીક આવેલા ગુજરાતી સમાજ ભવનના ગેટ પર દમયંતી બેનને બદમાશોએ લૂંટી લીધા હતા.
પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના દીકરી દમયંતી બેન પરિવારની સાથે જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી ઓટો લઇને પહોંચ્યા હતા, ત્યારે સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચર તેમના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા હતા.
દમયંતી બેન પરિવારની સાથ જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી ઓટો લઇને પહોંચ્યા હતા ત્યાં સામેથી સફેદ રંગની સ્કૂટીમાં આવેલા બે સ્નેચર તેમના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા હતા.
દમયંતી બેનની બેગમાં અંદાજે ૫૬૦૦૦ રૂપિયા, બે મોબાઇલ ફોન સિવાય પાન કાર્ડ અને અન્ય જરૂરી કાગળિયા હતા. સિવિલ લાઇન્સ પોલીસે કેસ નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જામાં લઇ લાધી હતા. તેમાં સ્કૂટી સવાર બદમાશ દેખાય રહ્યા છે. મોડીરાત્રે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી.