કેરળ સરકાર ૨૦ વર્ષના એડમ હેરીને ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર એરલાઈન પાઈલટ બનવા માટે આર્થિક મદદ કરશે. હેરીએ જણાવ્યું હતુ કે, હું દેશનો પહેલો પ્રાઈવેટ પાઈલટ લાયસન્સ ધારક ટ્રાન્સમેન છું. સરકાર મને કોમર્શિયલ પાઈલટની ટ્રેઈનિંગ માટે આર્થિક મદદ કરવાનું વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એડમ હેરીએ જોહનિસબર્ગથી પ્રાઈવેટ પાયલોટની ટ્રેઈનીંગ પ્રાપ્ત કરી છે. ત્યાંથી પરત આવી એડમે તેની સ્થિતી અંગે માહિતી આપતા માતા-પિતાએ તેને ઘરમાં બંધ કરી દીધો હતો. પરંતુ એડમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે અનેક નોકરીઓ પણ કરી હતી. ચાઈલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટને મીડિયા દ્વારા એડમની જાણ થતાં તેમણે એડમનો સંપર્ક કર્યો હતો.