રવિશંકર પ્રસાદે મંદી પરનું નિવેદન પરત લીધું, કહ્યુ- હું સંવેદનશીલ વ્યક્તિ છું!

327

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ અર્થવ્યવસ્થામાં મંદી પર આપેલા પોતાના નિવેદનને પરત લઈ લીધું છે. રવિશંકર પ્રસાદે શનિવારે અર્થવ્યવસ્થામાં મંદીની વાતને સમગ્રપણે ફગાવી દીધી હતી અને પોતાની વાતને પુરવાર કરવા માટે તેઓએ ફિલ્મોની કમાણીનો સહારો લીધો હતો. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ૨ ઑક્ટોબરે રિલીઝ થયેલી ત્રણ ફિલ્મોએ ૧૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અર્થવયવસ્થા મજબૂત છે ત્યારે જ ફિલ્મોએ આટલી કમાણી કરી છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સોશિયલ મીડિયા પર પ્રેસ કોન્ફરન્સનો સમગ્ર વીડિયો ઉપલબ્ધ છે. તેમ છતાંય મને એ જાણની દુઃખ છે કે મારા નિવેદનનો એક હિસ્સો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. તેથી હું મારું નિવેદન પરત લઉં છું.

મોદી સરકારમાં કાયદા મંત્રાલયની જવાબદારી સંભાળનારા રવિશંકર પ્રસાદે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બેરોજગારી અને અર્થવ્યવસ્થામાં સુસ્તીને પૂરી રીતે ફગાવી દીધી હતી. તેઓએ અર્થવ્યવસ્થામાં સુસ્તીથી ઇન્કાર કરતાં કહ્યુ કે, મારો ફિલ્મો સાથે લગાવ છે. ફિલ્મો મોટો કારોબાર કરી રહી છે.

Previous articleહરિયાણામાં સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવાઓ ઉપર ધ્યાન
Next articleદુનિયામાં ભારતના મુસ્લિમ સૌથી વધુ સુખી છે : ભાગવત