બિનસચિવાલય પરીક્ષા માર્ગદર્શનના સાત દિવસના મેગા વર્કશોપનો ગઈકાલે પુર્ણાહુતી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વર્કશોપ દરમ્યાન કુલ ૨૩૦ આહીર સમાજના ભાઈઓ તથા બહેનોએ રજીસ્ટર કરાવેલ જેમાં સરેરાશ ૧૫૦ ભાઈઓ બહેનો હાજર રહેલ જેમાં કુલ બે મોક ટેસ્ટનું આયોજન પણ કરેલ તથા તે તમામ ભાઈઓ તથા બહેનોને આહીર સમાજ કર્મયોગી સંગઠન તરફથી આ પરીક્ષાની વધુ તૈયારી માટે ફ્રીમાં એક બંધારણનું પુસ્તક તથા મોડેલ પેપર સેટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ રણજિતભાઈ ચાવડા, મું. બાબરિયાત (ઉડાન એકેડેમી, તળાજા) દ્વારા મોક ટેસ્ટ માં રહેતી કચાસ તથા પરીક્ષામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જેથી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકાય આ તમામ નાની નાની બાબતોનું ગહન માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને છેલ્લે તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો એ આ સાત દિવસ દરમ્યાન શિસ્ત,નિયમોનું તેમજ દરરોજ આપવામાં આવેલ તમામ સૂચનાઓનું આદર્શ રીતે પાલન કરેલ તે બદલ આહીર સમાજ કર્મયોગી સંગઠન તરફથી આભાર માનવામાં આવેલ હતો.