તા.૧પના રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગરના પ્રમુખ અને શહેરના જાણીતા સમાજસેવક લાભુભાઈ સોનાણીના પ૧માં જન્મદિવસ નિમિત્તે તેમના દ્વારા નબળી આર્થિક પરિસ્થિતિવાળા ર૦ નિરાધાર પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મંડળની અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભુભાઈએ તેમનો પ૧મો જન્મદિવસ જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સાથે કેક કાપી ઉજવ્યો હતો. જ્યારે આ પ્રસંગે કીટના લાભાર્થીઓ વતી હરેશભાઈ રાવલે શુભેચ્છા ભેટ અર્પણ કરી હતી. જેનો લાભુભાઈએ ગદગદિત હૃદયે સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે સર્વે સભ્યો અને શુભેચ્છકોનો આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર પણ સંવેદનશીલ બની જે રીતે સામાન્ય સમાજના શ્રમજીવીઓ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરાઈ છે તેમ રાજ્યના નિરાધાર પ્રજ્ઞાચક્ષુઓ અને અન્ય વિકલાંગો માટે પણ આવી વિનામુલ્યે અથવા રાહતદરે અનાજ વિતરણની યોજના પણ શરૂ કરી સામાન્ય સમાજ સાથે કાર્ય કરવા, વિકલાંગોને સક્ષમ બનાવવા પગલા ભરશે તેમજ વિકલાંગોના લાભાર્થે અન્ય સામાજિક સંસ્થાઓ અને નગરજનોએ આવી યોજનામાં જોડાઈ અનુદાન આપવું જોઈએ તેવી અપીલક રી હતી. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, મંડળના સભ્યો અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
Home Uncategorized નિરાધાર પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટ વિતરણ કરી લાભુભાઈ સોનાણીએ જન્મ દિવસ ઉજવ્યો