રાજમહેલના કમ્પાઉન્ડમાં ૮ ફૂટનો મગર ઘૂસી આવ્યો, ભારે જહેમત રેસ્ક્યુ કર્યો

511

વડોદરા શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં મગર ઘૂસી આવ્યો હતો. વન વિભાગને જાણ થતાં તુરતજ રેસ્ક્યુ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. અને એક કલાકની ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો હતો. રેસ્ક્યુ ટીમના જીગ્નેશભાઇએ જણાવ્યું હતું કે, રાજમહેલ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે. આથી આ મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી રાજમહેલના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે રેસ્ક્યુ કરીને ઝડપી પાડવામાં આવેલ મગર ૮ ફૂટનો છે. મગરને વન વિભાગમાં લઇ જવામાં આવ્યો હતો. આ મગરને પુનઃ સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.

 

Previous articleએસીમાં શોર્ટ સર્કિટ થતા દુકાનમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ
Next articleભાલકા તીર્થમાં રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ