સપ્ટેમ્બરમાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૦.૩ ટકા સુધી થયો

319

બિન ખાદ્યવસ્તુઓની કિંમતમાં ઘટાડાના પરિણામ સ્વરુપે સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ મોંઘવારીનો દર ઘટીને ૦.૩૩ ટકા થઇ ગયો છે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. હોલસેલ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં એ૧.૦૮ ટકા તથા સપ્ટેમ્બર ૨૦૧૮માં ૫.૨૨ ટકા હતો. આંકડાઓના કહેવા મુજબ મેન્યુફેક્ચરિંગમાં હોલસેલ મોંઘવારીનો દર ૦.૧ ટકા રહ્યો છે. ફ્યુઅલ તથા વિજળી ક્ષેત્રમાં મોંઘવારીનો દર ૦.૫ ટકા રહ્યો છે. ફળફળાદી, શાકભાજી, ઘઉં, માંસ તથા દૂધના હોલસેલ મોંઘવારીના દર ૦.૬ ટકા રહ્યો છે. હોલસેલ મોંઘવારીના ઇન્ડેક્સમાં પ્રાથમિક પેદાશોની હિસ્સેદારી ૨૨.૬૨ ટકા રહી છે.

આજે આંકડા જારી કરવામાં આવ્યા બાદ આને લઇને સરકારને આંશિક રાહત થઇ હતી. કારણ કે, મોંઘવારીના દરમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ રહ્યો છે. મોંઘવારીમાં ઘટાડો થતાં એકબાજુ સામાન્ય લોકોને રાહત થઇ રહી છે પરંતુ આર્થિક નિષ્ણાતોના કહેવા મુજબ આને લઇને ચિંતા પણ જોવા મળી રહી છે. મોંઘવારીનો દોર શૂન્યની નજીક પહોંચી ગયો છે પરંતુ આ શૂન્યની આસપાસ આવી જાય તો નકારાત્મકરીતે તંગદિલી વધે છે. જાણકાર લોકો પણ આ વાતની કબૂલાત કરે છે. મોંઘવારીના દરમાં વધારાના ઘટાડાનો મતલબ એ હોય છે કે, અર્થવ્યવસ્થામાં કેટલાક અંશે તકલીફ હોય છે. આવી સ્થિતિ એ વખતે સર્જાય છે જ્યારે સપ્લાયની સરખામણીમાં ડિમાન્ડ ઘટી જાય છે. કંપનીઓની પ્રાઇઝિંગ પાવર ઓછી થઇ જાય છે. હોલસેલ મોંઘવારીમાં આ પ્રકારના ઘટાડાનો અર્થ હોય છે કે, અર્થવ્યવસ્થા પર ડિમાન્ડનું ખુબ દબાણ રહેલું છે. આનાથી રિઝર્વ બેંક ઉપર લોન વધુ સસ્તા કરવાનું દબાણ વધે છે. કેન્દ્રીય બેંક સતત પાંચ વખત નીતિગત દરોમાં ફેરફાર કરી ચુકી છે પરંતુ બેંકો આનો પૂર્ણ લાભ ગ્રાહકોને આપવાથી ખચકાટ અનુભવ કરે છે. મોંઘવારીના દરમાં કમીનું એક મુખ્ય કારણ ખાદ્યચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાનો પણ છે. આ ગ્રાહકો માટે સારા સમાચાર છે પરંતુ ગ્રામિણ ઇન્કમ ઉપર તેની માઠી અસર પડે છે. કારણ કે આનો મતલબ એ થાય છે કે, ખેડૂતોની આવક ઘટી જશે. ઓછી મોંઘવારીના દરનો મતલબ એ છે કે, સામાન્યરીતે વેતન વધારો પણ ઓછો છે જ્યારે પીએમઆઈનો બોજ વધારે ઘટ્યો નથી. આવકમાં વૃદ્ધિની ગતિ સુસ્ત હોવાથી તેની અસર થાય છે. આનાથી વ્યાજદરો ઘટે છે. લોકોને નિવૃત્તિ માટે વધારે બચત કરવા માટે ફરજ પડે છે. ખર્ચમાં કાપ મુકવાની ફરજ પડે છે.

Previous articleમોટી ઘાત ટળી : ૧૪ રાજ્યોમાંથી ISના ૧૨૭ આતંકવાદી પકડાયા
Next articleઆજે કોઇપણ દેશ યુદ્ધ ઇચ્છતુ નથી : દોભાલ