મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરની કુસ્તીની ટીમે એમ.કે.ભાવ.યુનિ. દ્વારા આયોજિત આંતર કોલેજ કસ્તુની સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરી ચેમ્પિયન પ્રાપત કરી હતી. આ સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શનને કારણે ઈન્ટર યુનિવર્સિટીની કુસ્તીની ટીમમાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી.