સિહોરના ટાઉનહોલ ખાતે શરદપૂર્ણિમાની રઢિયાળી રાતે સિહોર ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના વડીલો, માતાઓ, બહેનો, બાળકો ,આગેવાનો ,હોદ્દેદારો ખુબ મોટી સંખ્યામાં પરિવારની ઉપસ્થિતિ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સાથે સાથે જ્ઞાતિ દ્વારા સરસ મજાના શરદ પૂનમ ના ચાંદ ના અજવાળે ઉંધીયુ પુરી તથા દહીં વડાના આયોજન સાથે જ્ઞાતિભોજન કરવામાં આવ્યું હતું ત્યારે બીજા રાઉન્ડ બાદ ઇનામોની વણઝાર પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ જ્ઞાતિની મહિલાઓ,દીકરીઓ ખાસ સાફામાં સજ્જ જોવા મળ્યાં હતાં આ કાર્યક્રમ સફળ બનાવવા કેતનભાઈ જાની, અશોકભાઈ જાની, શૈલેષભાઇ મહેતા,હરેશભાઇ જાની, દીપકભાઈ જોશી,જયેશભાઇ, હિતેશભાઈ,હાર્દિકભાઈ તથા નિલેશભાઈ જાની એ ભારે જહેમત ઉઠાવી હતી.