આ કામે એવી હકિકત છે કે આ કામના ફરીયાદીના પુત્ર ચકુરભાઇ સરવૈયાની પત્ની કાળીબેનને આ કામના ફરીયાદીના મોટા પુત્ર પેથાભાઇનો છોકરો ભરતભાઇ ઉર્ફે મુન્નાને આડો સબંધ હોય અને જે સબંધની જાણ આ કામે મરણજનાર ચકુરભાઇને થઇ જતા જે બાબતે અવારનવાર મરણજનારને આ કામના આરોપી ભરતભાઇ ઉર્ફે મુન્ના તથા કાળીબેન સાથે ઝધડા થતા હોય અને આ કામના આરોપીઓને તેના આડા સબંધમાં મરણજનાર ચકુરભાઇ ખીલી રૂપ હોય જેથી ગઇકાલ તારીખ ૧૨-૧૩/૧૦/૨૦૧૯ ના રાત્રીના સમયે કરમોદર તથા બગદાણા ગામની સીમ વચ્ચે આવેલ ડુંગરોમાં આ કામના આરોપીઓએ મરણજનાર ચકુરભાઇ લાખાભાઇ સરવૈયાને માથામાં પથ્થરના ઘા મારી મોત નીપજાવીને નાસી ગયેલ જે બાબતની આ કામના ફરીયાદી સવુબેન લાખાભાઇ સરવૈયાએ બગદાણા પો.સ્ટે.માં ફરીયાદ કરતા આ અંગે બગદાણા પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર થયેલ અને આ આ કામની આગળની તપાસ બગદાણા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.સી.એચ. મકવાણા ચલાવી રહ્યા છે.
ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ મર્ડરના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર. સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરવી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો મર્ડરના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ગત રાત્રીના આ કામના આરોપી (૧) ભરતભાઇ ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૨૮ ધંધો-મજુરી (૨) કાળીબેન વા/ઓ ચકુરભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહેવાસી-બન્ને બગદાણા ગામ, હજીરા વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગર વાળાઓને ભાવનગર પીલગાર્ડન ખાતેથી ઝડપી પાડી મજકુર બન્ને આરોપીઓના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આમ આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જના સ્ટાફને મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.