બોલિવુડમાં તેના હોટફોટોશુટના કારણે દિશા પટની હાલમાં સૌથી વધારે ચર્ચા જગાવી રહી છે. બોલિવુડમાં હોટ ફોટોશુટ મારફતે ચર્ચામાં રહેવા અને સોશિયલ મિડિયામાં છવાઇ જવા માટે એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે. જેમાં તમામ સ્ટાર સામેલ થઇ રહી છે. આ સ્પર્ધામાં હાલમાં વારંવાર ફોટોશુટના કારણે દિશા પટની સૌથી વધારે ચર્ચામાં છે. હોટ સ્ટારની રેસમાં તે અન્ય સ્ટાર કરતા આગળ દેખાઇ રહી છે. તેના હોટ અને સેક્સીા ફોટાના કારણે તે સતત ચર્ચામાં જોવા મળી રહી છે. તે એકલી જ આ બાબતની સ્પર્ધામાં નથી. તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ, ઇશા ગુપ્તા અને વાણી કપુર પણ ચર્ચામાં છે. આ તમામ સ્ટાર પણ હોટ અને બોલ્ડ ફોટોશુટ કરીને વારંવાર ચર્ચા જગાવી રહી છે. રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોરને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળી ગયા ખુબસુરત વાણી કપુરની પણ ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. ઇશા ગુપ્તા પણ સતત ચર્ચા જગાવી રહી છે. ઇલિયાના ડી ક્રુઝ પણ આને લઇને સ્પર્ધામાં છે. ભારત નામની સલમાનની છેલ્લી ફિલ્મમાં દિશા પટની નાનકડા રોલમાં નજરે પડી હતી. જો કે સલમાન અને દિશા વચ્ચેની કેમિસ્ટ્રી તમામને પસંદ પડી હતી. તેમના પર રહેલા ગીતે ભારતમાં ભારે ચર્ચા જગાવી હતી આ ગીત ખુબ લોકપ્રિય થયુ હતુ. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને હવે સલમાન ખાન સાથેની રાધે ફિલ્મમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સ દ્વારા ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૭માં આવેલી કોરિયન ફિલ્મ ધ આઉટલોજની રીમેક ફિલ્મ બનાવવામાં આવી રહીછે. રાધે ફિલ્મ ચોથી નવેમ્બરના દિવસે ફ્લોર પર જઇ શકે છે. દિશા પટની સલમાન સાથે વધુ એક ફિલ્મ મેળવી લેતા આશાવાદી દેખાઇ રહી છે.