ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં રામમંત્ર મંદિર પાસે આવેલ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠમાં પરીક્ષા આપતી વિદ્યાર્થીનીને ચક્કર આવતા તેને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં આજરોજ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠમાં પરીક્ષા આપતી વિદ્યાર્થીની જીનલ ઉજ્વલભાઈ યાજ્ઞિક રહે.રૂપાણી રોડ, ભાવનગરને પરીક્ષા દરમિયાન ચક્કર આવતા અને અંધારા આવતા બેભાન થઈ ગયેલ. જેની જાણ વર્ગ શિક્ષક દ્વારા ૧૦૮ને કરાતા તુરંત જ ૧૦૮ના નિતેશભાઈ વંકાણી અને પાયલોટ રાજુભાઈ વિરગામા સ્થળ પર દોડી જઈ પ્રાથમિક સારવાર આપી વિદ્યાર્થીનીને કાળાનાળા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી.