ભાવનગર – નારી ચોકડીથી વરતેજ તરફ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાનીની પુર્વ બાતમી આધારે આર.આર.સેલની ટીમ વોચ રહી ધોલેરા રોડ પરથી આવતી કારનો ફીલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલક વરતેજ નાની ખોડિયાર મંદિર નજીક કાર મુકી નાસી છુટયો હતો. પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કારને કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર રેન્જનાં માણસો શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. ઉમેશભાઇ સોરઠીયાને બાતમીરાહે હકિકત મળેલ કે,ધોલેરા રોડ તરફથી મારૂતિ કાર રજી.નં.જીજે -૦૪- સીઆર ૩૮૨૫માં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ આવનાર છે.અને વરતેજ તરફ જનાર છે. જે બાતમી આધારે નારી ચોકડી પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી કાર આવતાં તેને ઉભી રાખવા લાઇટ તથા હાથથી ઇશારો કરવા છતાં કાર ઉભી રાખેલ નહિ.અને વરતેજ તરફ ચલાવી મુકેલ.તે કારનો પીછો કરતાં કાર ચાલક કાર નાની ખોડિયાર મંદિર પાસે મુકીને અંધારામાં નાસી ગયેલ. જે કારની જડતી તપાસ કરતાં કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૩૯૦ કિ.રૂ.૧,૧૭,૦૦૦/-તથા કારની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૬,૧૭,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે કારચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ ની અલગ-અલગ કલમ હેઠળ પો.કો. ઉમેશભાઇ સોરઠીયાએ ફરીયાદ દાખલ કરાવેલ
આ કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક અમિતકુમાર વિશ્વકર્માની ભાવનગર રેન્જ, ભાવનગરનાંઓ સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર. સેલ સ્ટાફનાં ગંભીરસિંહ ચુડાસમા, જગદેવસિંહ ઝાલા, અરવિંદભાઇ પરમાર, ઉમેશભાઇ સોરઠિયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.