માતાએ માનસિક અસ્થિર પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મુકી જિંદગી ટૂંકાવી

939

ગત રાત્રે નવેક વાગ્યા આસપાસ મોરબી રોડ પર નવા પુલ નજીક બિલેશ્વર-રાજકોટ વચ્ચેના રૂટ પર સિકંદરાબાદ રાજકોટ ટ્રેન આગળ એક યુવાન અને એક મહિલાએ પડતું મુકી દેતાં બંનેના મોત નીપજતાં મૃતદેહોને ટ્રેન મારફત જંક્શન રેલ્વે સ્ટેશને લાવવામાં આવ્યા હતાં અને રેલ્વે પોલીસ મથકના એએસઆઇ મધુસુદભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ કે.આર.ચોટલીયા અને રાઇટર મયુરસિંહે સ્ટેશને પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી એક વિઝીટીંગ કાર્ડ અને એક ફોટો મળ્યા હતા. કાર્ડના નંબરમાં ફોન કરતાં તે મૃતક યુવાનનો મિત્ર હોવાનું ખુલતાં તેને રૂબરૂ બોલાવી મૃતદેહ દેખાડતાં ઓળખ થઇ હતી. મૃતક યુવાનનું નામ કેતન નાનજીભાઇ પરમાર હોવાનું અને તેની સાથેના મહિલા તેના માતા ગીતાબેન નાનજીભાઇ પરમાર હોવાનું ખુલ્યું હતું. બંને નવા થોરાળાના વિજયનગર-૮માં રહેતાં હોવાની માહિતી મળતાં તેમના પરિવારજનોને બોલાવાયા હતાં. રાતે પોણા નવેક વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે મા-દિકરો જોવા ન મળતાં તપાસ શરૂ કરી હતી. ત્યાં મોરબી રોડ પુલ નીચે ટ્રેન હેઠળ બંને કપાઇ ગયાના સમાચાર પોલીસ મારફત મળતાં કલ્પાંત સર્જાયો હતો.

Previous articleસેંસેક્સ ૯૩ પોઇન્ટ ઉછળીને ૩૮૫૯૯ની સપાટી પર રહ્યો
Next articleતબીબોની બેદરકારીને કારણે ડેન્ગ્યુથી ૯ વર્ષના માસૂમ બાળકનું મોત