બે માથા સાથે જન્મેલી બાળકીની સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

7510

સુરત સિવિલ હોસ્પિટલમાં બે માથાવાળી બાળકીની સર્જરી કરી એક માથાને છૂટું કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં બે માથા સાથે જન્મ લેનાર બાળકી પર સફળ સર્જરી કરવામાં આવી છે અને બાળકીને હાલ એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે.

યુપીના અયોધ્યા ખાતે સંતોષીકુમારી રાહુલકુમાર વિજયકુમાર મિશ્રા રહે છે. સંતોષીકુમારીએ ૨૭-૯-૨૦૧૯ના રોજ બે માથાવાળી બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ લખનૌ સિવિલ હોસ્પિટલમાં બાળકીને રીફર કરાઈ હતી. જોકે, ડોક્ટરોએ બે માથાની બાળકીની સર્જરી કરવાની ના પાડી દેતા મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. જેથી સુરત રહેતા દિયર પ્રતાપ નારાયણ મિશ્રાની મદદ મંગાઈ હતા. પ્રતાપે બાળકી સાથે ભાઈ-ભાભીને સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ ૫મી ઓક્ટોબરે સુરત સિવિલ હોસ્પિટલમાં સર્જન ડો.જીગરનો સંપર્ક કરી બાળકીને દાખલ કરી હતી.

સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ૧ ટકાના જોખમ પર ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.

મંગળવારે ડોક્ટરોએ બે માથાવાળી બાળકીની સર્જરી કરી એક માથું છૂટું કર્યું હતું. ૪-૫ કલાક સર્જરી ચાલી હતી. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ સર્જરી કરવામાં આવી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. હાલ ૩.૫ કિલોની બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

કરનાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીમાં ૪-૫ લાખનો ખર્ચ થાય છે. એમાં પણ બાળકના જીવનું જોખમ હોય છે અને બાળકના બચવાનો ચાન્સ ૧ ટકા જ હોય છે.

Previous articleફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની તવાઈ, ૧૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
Next article૪૦ દિવસમાં મનપામાં ડેન્ગ્યુના ૨૭૪ અને કોંગ્રેસના સરપ્રાઇઝ ચેકિંગમાં ૬૧૫ કેસ નોંધાયા