એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખોખરા અનુપમ સિનેમા પાસેથી ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરી છે. રીક્ષા ડ્રાઇવિંગની આડમાં બંને પિતા -પુત્ર ગાંજાનું વેચાણ કરતા હતા. ગાંજાનો જથ્થો ખોખરામાં જ સલાટવાડમાં રહતી મહિલા પાસેથી લાવી વેચતા હતા. પોલીસે મહિલા અને તેના પુત્રની શોધખોળ શરૂ કરી છે.
એસઓજી ક્રાઈમની ટીમે બાતમીના આધારે હીરાલાલ કોષ્ટી (ઉ.વ.૫૭) અને તેનો પુત્ર સુનિલ કોષ્ટી (ઉ.વ.૨૦, બને રહે. ખોખરા)ને ૧૮ કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા.
તેઓની પુછપરછ કરતા બંન્ને પિતા-પુત્રની સઘન પૂછપરછ કરતા આ ગાંજો ખોખરાના સલાટવાડ ખાતે રહેતી મદીના શેખ નામની મહિલા પાસેથી ખરીદયો હતો. મદીના પોતાના પુત્ર અજુ મારફતે સુરતથી લાવતી હતી. તેઓ ઘરમાં ગાંજો રાખી અને વેચાણ કરતા હતા.