સેલ્સમેન પાસેથી રૂ. ૭.૧૪ લાખના દાગીનાની લૂંટ કરી આરોપી ફરાર

416

જવેલરીના શો-રૂમનાં સેલ્સમેન પાસેથી રૂ. ૭.૧૪ લાખના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. લૂંટારુએ સેલ્સમેનને ફ્લેટનું સરનામું પૂછવાના બહાને નંબર ચૂકવી દાગીના ભરેલા બેગની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કાલુપુરની બકરીપોળમાં રહેતા અને નવરંગપુરામાં ગોલ્ડ રૂફ નામના સોના અને ડાયમંડના શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા ધર્મેશભાઇ સોની ગુરુવારે સાંજે રિયલ ડાયમંડના બે પેન્ડલ, તેના મેચિંગની બે સોનાની બુટ્ટી સહિત રૂ. ૭.૧૪ લાખના દાગીના એક બેગમાં મૂકી અને નવરંગપુરા સુપર મોલમાં આવેલી દુકાને રિપેરિંગ કરાવવા ગયા હતા. ત્યાંથી પરત આવી એક્ટિવા તેમના શો-રૂમ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કરતા હતા. તેઓએ દાગીનાનું પાકીટ તેઓએ ખભે ભરાવ્યું હતું.આ દરમિયાન મોઢે રૂમાલ બાંધેલો શખ્સ ધર્મેશભાઈ પાસે આવ્યો હતો અને અતુલ એપાર્ટમેન્ટ ક્યાં છે તેમ કહી સરનામું પૂછવાનાં બહાને બેગની લૂંટ કરી હતી. શખ્સ બેગ લઇ કમ્પાઉન્ડની બહાર ભાગ્યો હતો જ્યાં જ્યાં એક હેલ્મેટ પહેરેલો અન્ય યુવક બાઈક લઈને ઉભો હતો. તેના પર બેસી અને બંને નાસી ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસે અલગ-અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

Previous articleઝાડીમાંથી યુવકની ધડથી માથુ અલગ કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી
Next articleદારૂ ભરેલ કારે રાહદારીઓ અને બાઇકને અડફેટે લીધી, ચાલક નશામાં હોવાની આશંકા