ભારતમાં વિદેશી રોકાણ વધશે, ગ્રોથ રેટ સાત ટકા થશેઃIMF

332

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના ભારતના નિર્ણયને એમ કહીને સમર્થન આપ્યું છે કે આ પગલું દેશમાં રોકાણ માટે સકારાત્મક છે. જોકે ભારતે રાજકોષિય ઘનિભવનને લગતા પ્રશ્નના ઉકેલ માટે કામગીરી આગળ જાળવી રાખવી જોઈએ તેમ જ લાંબા ગાળા માટે રાજકોષિય સ્થિરતાને સુરક્ષિત કરવી જોઈએ, તેમ નાણાં સંસ્થાએ જણાવ્યું હતું.

અમારું માનવુ છે કે ભારત હજુ પણ મર્યાદિત રાજકોષિય અવકાશને લીધે હજુ પણ ભારતે વિશેષ કાળજી રાખવી જોઈએ. ભારતે કોર્પોરેટ ઈન્કમ ટેક્સમાં ઘટાડો કર્યો તેને અમે ટેકો આપી છીએ કારણ કે તેની રોકાણ પર સકારાત્મક અસર થઈ છે. ભારતમાં અંતિમ બે ત્રિમાસિક ગાળામાં મંદીને લીધે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૬.૧ ટકા વૃદ્ધી નોંધાવે અને વર્ષ ૨૦૨૦ માં તે વધીને ૭.૦ ટકા થઈ શકે છે, તેમ આઈએમએફના એશિયા અને પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ચાંગયોંગ રીએ જણાવ્યું હતું.

આઈએમએફએ કહ્યું છે કે રાજકોષિય નીતિને લગતા પગલાં અને કોર્પોરેટ ટેક્સ ઘટવાથી ભારતમાં રોકાણને વેગ મળે તેવી આશા છે. આ સાથે ભારતે રાજકોષિય ઘનિભવન પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે લાંબા ગાળા માટે રાજકોષિય મોરચે સ્થિરતાને સુનિશ્ચિત કરવી જોઈએ.

આઈએમએફે એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે સંઘીય વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં રાજકોષિય ઘનિભવનનો અમલ ખૂબ જ જટિલ હોય છે. રાજકોષિય માળખાના પ્રશ્નોના સ્તર અને પડકારો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. આઈએમએફના ડેપ્યુટી ડાયરેક્ટર (એશિયા અને પેસિફિક ડિપાર્ટમેન્ટ), એન્ને-મેરી-ગુલ્ડ એન્ની-મેરી ગુલ્ડ-વોફે કહ્યું છે કે ભારતને નોન-બેન્કિંગ ફાયનાન્શિયલ સેક્ટરની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જોઈએ. જોકે, જાહેરક્ષેત્રની બેન્કોને ભંડોળ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોથી બેન્કિંગ સેક્ટરમાં સુધારાની પ્રક્રિયા જારી રહેશે.

Previous articleકલકી આશ્રમમાં દરોડા : ૪૪ કરોડની રકમ જપ્ત કરી લેવાઇ
Next articleકમલેશ તિવારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપી સંકજામાં