ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ગર્લફ્રેન્ડ મારિયા સાથે લગ્ન કર્યા

448

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે તેની ગર્લફ્રેન્ડ મારિયા ફેંસિસ્કો પેરોલ સાથે લગ્ન કરી લીધા છે. નડાલ અને મારિયા એકબીજાને વર્ષ ૨૦૦૫થી ડેટ કરી રહ્યા હતા. ગયા વર્ષે બન્નેએ સગાઇ કરી હતી.

હાલમાં નડાલે ઇશારો કર્યો હતો કે તે વહેલી તકે લગ્ન કરી શકે છે. નડાલ અને પેરોલ ગયા ૧૪ વર્ષથી સાથે રહી રહ્યા છે. તેમના ત્રણ બાળકો પણ છે. પ્રાપ્ત માહિતી મુજબ, નડાલે ગયા વર્ષે રોમમાં પેરેલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

રાફેલ નડાલે જાણીતા ’લા ફોર્ટાલેજા’માં લગ્ન કર્યા છે. અહીંયા ૨૦૧૬માં બીબીસીની પ્રખ્યાત ફિલ્મ ’નાઇટ મેનેજર’ની શૂટિંગ થઇ હતી. વેલ્સના ફૂટબોલર ગેરેથ બેલે પણ જગ્યાએ લગન કર્યા હતા. ઉપરાંત કાલરેસ મોયા જેવા દિગ્ગજ ટેનિસ ખેલાડી પણ આ જગ્યાએ લગ્ન કરી ચૂક્યા છે.

Previous articleપાક.બાળકીને વીઝા આપવા માટેની ગૌતમ ગંભીરની અપીલ વિદેશ મંત્રાલયે સ્વીકારી
Next articleરોહિતનો ધમાકો, બેવડી સદી સાથે મહાન ડોન બ્રેડમેનનો રૅકોર્ડ પણ તોડ્યો