શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં એકાઉન્ટ ધરાવતા ખાતેદારો બેંક સ્ટાફની બેદરકારીને લઈને ભારે પરેશાનીઓ વેઠી રહ્યાં છે. જે સંદર્ભે ખાતા ધારકોએ કોર્પોરેટર તથા શહેર કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના હિંમત મેણીયાની આગેવાની તળે એસબીઆઈ હેડ ઓફિસના મેનેજરને સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.