ફોટો વાયરલ કરવાની ધમકીએ પૂર્વ સરપંચે અપંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું

495

માંડવી તાલુકાની દિવ્યાંગ યુવતીને પાંચ વર્ષથી ફોટો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારવાના મામલે અરજી થયા બાદ આખરે પીપરીના પૂર્વ સરપંચ સામે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ, માંડવી અને દરશડી પાસે એમ અવાર નવાર ૨૮ વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવી રહ્યો હતો. માંડવી તાલુકાના પીપરી ગામનો પૂર્વ સરપંચ વાલજી ભવાનજી સંઘાર વર્ષ ૨૦૧૪ તેને એક સામાજીક પ્રસંગમાં મળ્યો હતો.

બાદમાં તે નોકરી આપવવાનું કહીને એક રાજકીય આગેવાનની ઓફિસ તથા જી.કે જનરલ હોસ્પિટલમાં એક તબીબ પાસે લઇ ગયો હતો, જ્યાં તેનો ઈન્ટરવ્યૂ પણ લેવાયો હતો. ૨૮ વર્ષીય પીડિતાએ આપેલ ફરિયાદમાં કહ્યું હતું કે, માંડવીના જૈન ધર્મશાળામાં અવારનવાર આરોપી લઈ જતો હતો અને તેને નગ્ન ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.

આરોપી વાલજી સંઘાર પીડિતાને ફોન કરીને જ્યાં કહે ત્યાં પહોંચી જવાનું કહેતો હતો અને પીડિતા તેનો વિરોધ કરે તો વાળ પકડીને માર પણ મારતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એક વાર યુવતીને ઘરેથી કારમાં બેસાડીને મુન્દ્રા રોડ પર લઇ આવી બેલ્ટથી માર મારવાની સાથે પેટમાં લાતો પણ મારી હતી.

Previous articleટ્રાફિક સિગ્નલ લાઇટના ધાંધિયા…એક સાથે બંને ચાલુ હોય તો ઇ-મેમો નહીં આવે
Next articleEPFO મેમ્બરને ૬૦ વર્ષ બાદ પેન્શન ઉપાડવાનો વિકલ્પ અપાશે