દામનગરના ધ્રુફણીયા ખાતે ત્રિવિધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયા હતા. ધ્રુફણીયા પ્રાથમિક શાળા દ્વારા આયોજીત ધોરણ આઠના વિદ્યાર્થી વિદાય વાર્ષિકોત્સવ અને નવનિયુક્ત બી.આર.સી., સી.આર.સી. સન્માન સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમથી રંગારંગ ઉજવણી અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુમ્મરની અધ્યક્ષતામાં જિલ્લાભરના કેળવણીકારો, શિક્ષકો, પંચાયતોના પ્રમુખ, સદસ્યોની વિશાળ હાજરીમાં ભવ્ય રીતે વાર્ષિકોત્સવ વિદ્યાર્થી વિદાય અને સન્માન સમારોહમાં લાઠી તાલુકા પંચાયતના જનકભાઈ તળાવીયા, મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ લાઠીના નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરિયા, ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, સદસ્યો સહિત હજારોની જનમેદની વચ્ચે લાઠી તાલુકાના ધ્રુફણીયા ખાતે પ્રાથમિક શાળા દ્વારા આયોજીત ત્રિવિધ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ પુરા જોમ-જુસ્સાપૂર્વક રજૂ કરતા વિદ્યાર્થીઓમાં રહેલ અતુલ્ય શક્તિ જોઈ સર્વત્ર સરાહના કરાઈ હતી.