PMCના ગ્રાહકો માટે દિવાળી પહેલા સારા સમાચાર છે. નવા પરિવર્તન બાદ હવે ઁસ્ઝ્ર બેન્કના ખાતાધારક પોતાના એન્કાઉન્ટમાંથી ૪૦,૦૦૦ હજાર રૂપિયાથી વધારે ઉપાડી શકશે. આ સિવાય જો ખાતાધારકના પરિવારમાં મેડીકલ ઈમરજન્સી હોય તો તે આ સ્થિતિમાં ૬૦,૦૦૦ રૂપિયા અને તેનાથી વધારે રકમ ઉપાડી શકે છે.
લગ્ન, સીનિયર સિટીજનના ખર્ચ અને શિક્ષણ માટે પણ વધારે રકમ ઉપાડી શકશે. આ સ્થિતિઓમાં ખાતાધારક તરફથી ૫૦,૦૦૦ રૂપિયાની વધારે રકમ ઉપાડી શકાય છે. આ અઠવાડિયાના અંત સુધી ઈન્ટરનેશનલ ઈન્ક્વાયરી કમિટીનો રિપોર્ટ આવશે. આ રિપોર્ટના આધારે ઇમ્ૈં તરફથી પીએમસી બેન્ક પર આગળનો નિર્ણય કરવામાં આવશે.
અગાઉ શુક્રવારે પીએમસી બેન્કમાંથી પૈસા ઉપાડવા પર રોક વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અરજીકર્તાઓ સંબંધિત હાઈકોર્ટ જવાની સલાહ આપી હતી.
અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે માગણી કરવામાં આવી હતી કે કેટલાક લોકોના કારણે લોકોના પૈસા ફસાઈ જવાથી નાણાંકીય સંકટ ઉભુ થવાની સ્થિતિમાં બેન્ક અને જમા રકમની સુરક્ષા માટે દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.