સાઉથ કાશ્મીરના પુલવામામાં જવાનોને મોટી સફળતા હાથ લાગી છે. મંગળવારે સાંજે કાશ્મીરમાં અવંતીપોરામાં ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં અલ કાયદાનો વડો હામીદ લલ્હારીને ઠાર કર્યો છે.
ઠાર કરાયેલા બે આતંકવાદીઓમાંથી એક આતંકવાદીની ઓળખ અંસાર-ગજવત-ઉલ હિંદના ચીફ હામીદ લલ્હારી તરીકે થઈ છે.
આ આતંકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલ-કાયદાની બ્રાન્ચ છે. આ અગાઉ ઝાકિર મુસા આ સંગઠનનો ચીફ હતો પરંતુ તેના પછી હામીદ લલ્હારીને આ સંગઠનનો ચીફ બનાવ્યો હતો.
કાલે સાંજે વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળતાની સાથે જ પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જવાનોએ જ્યારે આતંકવાદીઓને ચારે તરફથી ઘેરીને સરેન્ડર કરવા માટે કહ્યું ત્યારે આતંકવાદીઓ તરફથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદની જવાબી કાર્યવાહીમાં જવાનોએ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી જવાનોએ છદ્ભ ૭૨ રાયફલ જપ્ત કરી છે જે મોટેભાગે આતંકવાદી કમાન્ડર પાસે જોવા મળતી હોય છે.
મૂસાની ગેંગનો સફાયો
આપને જણાવી દઇએ કે મૂસાની શરૂઆત ૧૦ આતંકીઓની ટીમમાં હામિદ પણ સામેલ હતો. કહેવાય છે કે આ સંગઠનના તમામ લોકો મરી ગયા છે. એક બાજુથી આ સંગઠનનો સફાયો મનાય છે. હામિદ લલહારી દક્ષિણ કાશ્મીરના એક ગામનો રહેવાસી હતો. ૨૦૧૭મા એક એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના મોત બાદ હામિદ આતંકની દુનિયામાં સામેલ થયો હતો.