ભાવનગર શહેરના આંગણે દર વર્ષે યોજાતી પોલો મેચને લઈને આ વર્ષે પણ એક્રેસીલ ફેડરેશન કલબ દ્વારા આ વર્ષે સાઈકલ પોલો ઈવેન્ટનું ત્રણ દિવસીય ભવ્ય આયોજન ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ ચિરાગ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ અંતિમ દિવસે ફાઈનલ મેચ હોય જે અન્વયે ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું.
જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતી ફોક સિંગર અરવિંદ વેગડા તથા ખ્યાતનામ ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા ઉર્ફે મુનમુન દત્તા, કરિશ્મા કોટક, પોલો સ્ટાર્સ સમીર સુહાગ, રિચર્ડ લકુઅર, સહિતની સેલીબ્રીટીઓએ ભાવેણાવાસીઓનું અને આમંત્રીત મહેમાનો ભરપુર મનોરંજન કર્યુ હતું. આજના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીયા સહિતના ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.