બોટાદ જીલ્લાના રાણપુર ના નોંધારા ના આધાર અને ગરીબો ના બેલી એવા રાણપુર ના સ્વર્ગવાસી દીલીપભાઈ શેઠ ની આજરોજ સાત મી પૂણ્યતિથી નિમિત્તે તેમના પરીવાર દ્વારા રાણપુરમાં આવેલી મનુભાઈ .એ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ૬૦૦ કરતા વધુ બાળકો ને ભોજન કરાવી પૂણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી હતી.સ્વર્ગવાસી દીલીપભાઈ શેઠ નાનાભાઈ વિજયભાઈ શેઠ અને તેમના બહેન નયનાબેન શેઠ દ્વારા આ સાત મી પૂણ્યતિથી નિમિત્તે મનુભાઈ શેઠ સ્કુલના બાળકો ને બપોરે ભરપેટ ભોજન કરાવવામાં આવ્યુ હતુ.વિજયભાઈ શેઠ અને તેમના બહેન નયનાબેન શેઠ એ પોતાની જાતે પીરસીને બાળકો ને બુંદી,ગાંઠીયા,પુરી,શાક નું ભોજન કરાવ્યુ હતુ.અને આ શેઠ પરીવાર દ્વારા દર વર્ષે બાળકો ને ભોજન કરાવી પૂણ્યતિથી ની ઉજવણી કરી સ્વર્ગવાસી દીલીપભાઈ શેઠ ને સાચી શ્રધાંજલી આપે છે.આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તેમના ધર્મપત્ની મધુબેન વઢવાણા, રાજેન્દ્રભાઈ, વામનભાઈ સહીત અન્ય ટ્રસ્ટીઓની હાજરી માં આ બાળકો ને ભોજન કરાવવામાં આવ્યુ હતુ.જ્યારે સ્કુલના પ્રિન્સીપાલ વીણાબેન એ જણાવ્યુ હતુ કે સ્વર્ગસ્થ શ્રી દીલીપભાઈ શેઠ પરીવાર દ્વારા દર વર્ષે દીલીપભાઇ શેઠની પૂણ્યતિથી ના દિવસે અમારી સ્કુલના ૬૦૦ કરતા બાળકો ને ભોજન કરાવે છે અને ઈશ્વર તેમના પરિવાર ને ખુબ આશિષ આપે એવી પ્રાથના પણ કરવામાં આવી હતી.જ્યારે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા મનુભાઈ શેઠ સ્કુલ પરિવાર દ્વારા પણ આ સમયે શ્રધાંજલી આપવામાં આવી હતી.