વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન – ભાવનગર ડિવિઝન દ્વારા રેલ પ્રશાસન સામે કર્મચારીઓ દ્વારા સરકારના ખાનગીકરણની વિરૂધ્ધમાં ફરી એકવાર આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન ડીઆરએમ ઓફિસ તેમજ રેલ્વે વર્કશોપ ખાતે કરવામાં આવેલ છે. આ પહેલા પણ તા.૨૬-૭-૨૦૧૯ના રોજ પણ વિરોધ પ્રદર્શન કરેલ. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન ના મંડલમંત્રી એસ.કે. શ્રીવાસ્તવ તથા મંડલ અધ્યક્ષ અજયરાજસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું છે કે રેલવેમાં ખાનગીકરણનો અમલ સરકાર દ્વારા દાખલ થઈ ગયેલ છે.
રેલ્વેના કર્મચારીઓ તેમની આજીવિકાને લઈને ચિંતાતુર બની ગયા છે. ભારતમાં ૨૦ જેટલી તેજસ ટ્રોઈનો ખાનગી કંપનીઓને સોપી દેવામાં આવી છે તેમજ વધારાની ટ્રેઈનો પણ ખાનગી કંપનીઓને સોપવાની તૈયારી થઈ રહી છે. દિવસે દિવસે સરકારના એ પ્રયત્ન છે કે સમગ્ર રેલ તંત્તરનું ખાનગીકરણ કરી નાખવું. આ પ્રકારની પ્રવૃત્તિઓનો વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન કર્મચારીઓના હિતને ધ્યાન માં રાખીને વિરોધ દર્શાવે છે. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન-ભાવનગર ડિવિઝન દ્વારા રેલ પ્રશાસન સામે કર્મચારીઓના વિવિધ વ્યાજબી પ્રશ્નોની સમય સમય પર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધોર ઉપેક્ષા કરવામાં આવેલજેને લઈને યુનિયન તથા કર્મચારી આલમમાં રોષની લાગણી ફેલાયેલ છે. ઉપરોકત સિવાયનાં અન્ય પ્રશ્નોને લઈને વેસ્ટર્ન રેલ્વેએમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આજરોજ ડીઆરએમ ઓફીસના ગેટ બહાર તેમજ વર્કશોના ગેટ બહાર ધરણા પ્રદર્શનનું આયોજન કરેલ છે જેમાં વિશાળ પ્રમાણમાં રેલ્વે કર્મચારીઓ જોડાયા હતા.