પાંડેસરાની શાંતિ નિકેતન સોસાયટીના એક મકાનમાંથી મહિલા અર્ધ બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી ૧૦૮ની ટીમ મહિલાને સારવાર માટે સિવિલ લઈ આવ્યું હતું. જ્યાં મહિલાએ સોનુ નામના યુવક સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સાથે જબરદસ્તી સોનુએ કરવાની સાથે ગળુ દબાવતાં તે બેભાન થઈ ગઈ હતી.
પાંડેસરાની શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી સુરેખા યાદવ(નામ બદલેલ છે) પોતાના બાળકને શાળામાં છોડી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન સોસાયટીમાં વર્ષથી આવતાં સોનુ નામના ઇસમે સુરેખાને રૂમમાં બોલાવી હતુ અને મારી સાથે નહિં રહે તો તારા પતિ અને બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ સુરેખાનું દુપટ્ટાથી ગળુ દબાવી હત્યાની કોશિષ કરી હતી.સુરેખાને જમીન પર પડી જતાં જોઈ એક મહિલાએ તેના પતિને જાણ કરી પતિ અને પાડોશીઓએ ૧૦૮ને કોલ કરીને સમગ્ર ઘટના જણાવી હતી. સુરેખાએ સિવિલ હોસ્પિટલમાં કહ્યું હતું કે,સોનુ જબરજસ્તી મને સાથે રાખવા માંગે છે નહિ રહે તો તારા પતિ અને બાળકી ને મારી નાખવાની ધમકી આપે છે. ઈજાના ગળા પર નીશાન મળી આવ્યા.મોઢા અને નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ કરતાં એમએલસી કેસ નોંધવામાં આવ્યો હતો.