અમદાવાદમાં બ્રિજ કોર્સના વિરોધમાં મેડિકલના વિદ્યાર્થીઓએ કર્યો ‘પકોડા પ્રોટેસ્ટ’

690
gandhi2032018-3.jpg

રાજ્યભરના મેડિકલના વિદ્યાર્થીઓએ અમદાવાદમાં કલેક્ટર કચેરી પાસે ભેગા થઈને ‘પકોડા પ્રોટેસ્ટ’નું આયોજન કર્યુ હતું. આ વિદ્યાર્થીઓ નેશનલ મેડિકલ કમિશન દ્વારા મુકવામાં આવેલા આયુષના ડોક્ટર્સ માટે એલોપથીની પ્રેક્ટિસ કરવા માટે બ્રિજ કોર્સની જોગવાઈના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. લગભગ ૨૫૦થી વધારે એલોપથીના વિદ્યાર્થીઓએ ભજિયા તળ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. તેમના બેનર પર લખ્યુ હતું કે, પકોડાની કમાણી તમે રાખો, અમને ૨ કરોડ લોકોને રોજગારી આપો. 
આ સિવાય અન્ય એક બેનરમાં લખ્યુ હતું કે, રિક્ષા ડ્રાઈવરને પણ બ્રિજ કોર્સ કરાવીને એરક્રાફ્‌ટ ઉડાવવાની મંજૂરી આપો. આ પ્રોટેસ્ટના કન્વીનરે જણાવ્યું કે, દ્ગસ્ઝ્રના પ્રસ્તાવિત બિલ અનુસાર, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર્સ બ્રિજ કોર્સ કરીને એલોપથીની પ્રેક્ટિસ કરી શકે છે. જ્યારે એક સ્મ્મ્જીને પાંચ વર્ષનો કોર્સ કર્યા પછી પણ એક્ઝિટ ટેસ્ટ આપીને પ્રેક્ટિસની મંજૂરી મળતી હોય છે.ડો. શાહે આગળ કહ્યું કે, જો તેમની પાસે બ્રિજ કોર્સ નામની જાદુઈ મશીન હોય તો તેમણે તે મશીન અમને પણ આપવું જોઈએ. અમે દેશના કરોડો બેરોજગાર લોકોને તે મશીનની મદદથી ડોક્ટર બનાવી દઈશું.

Previous articleખેડબ્રહ્મા-અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ઘટસ્થાપન
Next articleભૂગર્ભ જળના વધુ પડતા શોષણ અને સપાટી જળની સંગ્રહશક્તિ વધારવા આયોજનઃ પરબતભાઇ પટેલ