ધનતેરસે જ લક્ષ્મી ત્યજાઈ…રેલવે ક્રોસિંગ પાસેથી ભ્રૂણ મળી આવતા ખળભળાટ

405

ધનતેરસને દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. આપણા સમાજમાં તમામ દીકરીઓને લક્ષ્મી જ માનવામાં આવે છે. જોકે, કમનસીબે ધનતેરસના દિવસે અમદાવાદમાં લક્ષ્મી મૃત અવસ્થામાં મળી આવી છે. એટલે કે અમદાવાદમાંથી તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકી મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શુક્રવારે સવારે અમદાવાદના મેઘાણીનગર પોલીસને માહિતી મળી કે મેઘાણીનગર રેલવે ક્રોસિંગ પાસે કચરાના ઢગલામાં એક બાળક મૃત હાલતમાં પડ્યું છે. બાળક તાજું જન્મેલું હતું તેમજ કોઈ વ્યક્તિએ ત્યજી દેવાના ઈરાદા સાથે તેને અહીં મૂકીને ફરાર થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા કચરામાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ભ્રૂણ બાળકીનું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હકીકત જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.

ભ્રૂણ મળી આવ્યું છે તે વિસ્તાર રેલવે પોલીસની હદમાં આવતો હોવાથી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ધનતેરસના દિવસે જ સવારે પોલીસને આવા બનાવનો મેસેજ મળતા પોલીસને પણ દુઃખ થયું હતું.

હાલ સમગ્ર મામલે રેલવે પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને બાળકીને ત્યજી દેનારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

Previous articleહીરાના કારીગરોએ યુ ટ્યુબ વીડિયો જોઇ બનાવટી નોટો છાપી, ૫ની ધરપકડ
Next articleકમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતનો આપઘાત