કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતનો આપઘાત

407

રાજ્યમાં દિવાળી ટાણે જ વરસી રહેલા કમોસમી વરસાદે એક ખેડૂતનો ભોગ લીધો છે. નવસારીના ખેરગામમાં એક ખેડૂતો કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકશાની જતા આત્મહત્યા કરી લીધી હતી. ડાંગરનો તૈયાર પાક કમોસમી વરસાદના કારણે ધોવાઈ જતા ખેરગામના અજય રતિલાલ પટેલે ઔરંગા નદી પરથી ઝંપલાવ્યું હતું. ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો વાયુવેગે પ્રસરી જતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. બનાવની વિગત એવી છે કે ખેરગામના ખેડૂત અજય પટેલે પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે ખેતીમાં નુકશાન થતા તે દેવું ચુકવી શકે તેમ નથી આથી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. આ ફોન બાદ તેની કાર પુલ પાસે મળી આવી હતી. ખેડૂત અજય પટેલે ડાંગરના પાકમાં નુકશાની ગઈ હોવાનું જણાવી આ પગલું ભર્યુ હતું. આ બનાવના પગલે પોલીસ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં લાશ્કરો ઉતારીને મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી. જવાનો લાઇફ જેકેટ પહેરીને નદીમાં ઉતર્યા હતા અને ખેડૂતની લાશ શોધવા જહેમત ઉઠાવી હતી. અજય રતિલાલ પટેલ નામના ખેડૂતે આ પગલું ભરતાં પહેલાં પોતાના ભાઈને લેણદારોના નવામ અને તેમને ચુકવવાની રકમ લખી એક સુસાઇડ નોટ લખી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. નદીમાં લાંબી શોધખોળ બાદ અજય પટેલનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

Previous articleધનતેરસે જ લક્ષ્મી ત્યજાઈ…રેલવે ક્રોસિંગ પાસેથી ભ્રૂણ મળી આવતા ખળભળાટ
Next articleદિપાવલી પર્વે સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦મી ગાંધી જયંતી થીમ પર સ્વચ્છતા અભિયાનની વિશાળ રંગોળી