આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો

424

સીઆઈડી ક્રાઈમના એડીજી આશિષ ભાટિયાને અમદાવાદ શહેર પોલીસ કમિશનર પદનો હવાલો સોંપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે હતુ. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ એનએસજીના વડા પદે દિલ્હીમાં નિયુક્તિ થતાં શહેર પોલીસ કમિશનર તરીકે હાલ આશિષ ભાટિયાને કાર્યભાર સોંપાયો છે. નવી નિયુક્તિ ન થાય ત્યાં સુધી તેઓ અમદાવાદ શહેર કમિશનર તરીકે કાર્યરત રહેશે. શાંત-મક્કમ સ્વભાવના આશિષ ભાટિયા અમદાવાદ શહેરના માહોલથી બરોબર વાકેફ છે. આ ઉપરાંત તેઓ ક્રાઇમ જગત પર મજબૂત પક્કડ ધરાવે છે. અમદાવાદ શહેર ડીસીપી અને ક્રાઇમના જોઇન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ બધીય લાયકાતોને જોતાં આશિષ ભાટિયા શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ કરાઈ છે.

Previous articleદિપાવલી પર્વે સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦મી ગાંધી જયંતી થીમ પર સ્વચ્છતા અભિયાનની વિશાળ રંગોળી
Next articleસ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની બે યુવતીઓની ધરપકડ