ચાઈનીઝ મીણબત્તીઓનાં બદલે આ દિવાળીએ રંગબેરંગી દીવાની ધૂમ ડિમાન્ડ

1436

અત્યારસુધી દિવાળીના તહેવારોમાં ફટાકડા હોય કે ઝગમગતા દીવડા કે પછી ફેન્સી મીણબત્તી, બધા જ માલ-સામાનમાં ચાઈનીઝ પ્રોડક્ટની જ બોલબાલા હતી. પરંતુ ઘણા વર્ષો બાદ એવું પહેલીવાર બની રહ્યું છે કે દિવાળીની ઉજવણી માટેના સામાનના વેચાણમાં ચાઈનીઝ પ્રોડક્ટ પર ભારતીય પ્રોડક્ટ ભારે પડી રહી હોય. આનો શ્રેય પણ ગુજરાતને જ જાય છે કારણ કે ગુજરાતના ફેન્સી દીવડાએ ઉત્તર ભારત અને તેમાં પણ પંજાબ અને હિમાચલપ્રદેશમાં એવી તે ધૂમ મચાવી છે કે તે ચાઈનીઝ મીણબત્તીઓ પર ભારે પડી રહ્યા છે. ગુજરાતમાં મશીન પર બનતા આ દીવડા રંગ-બેરંગી પેઈન્ટ કરેલા હોય છે. તેમાં પણ સફેદ છાંટ હોય તેવા દીવડાની ઉત્તર ભારતમાં અત્યારે જબરદસ્ત ડિમાન્ડ છે. ફેન્સી દેખાવ હોવાને કારણે ગુજરાતના દીવડાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. જો કે, લોકો સ્થાનિક કુંભારે બનાવેલા માટીના પ્લેન દીવડા પણ ખરીદી રહ્યા છે, પરંતુ અત્યારે બજારમાં કોઈ પ્રોડક્ટની તીવ્ર માગ હોય તો તે છે ગુજરાતના ફેન્સી દીવા. દેશી દીવાની તુલનામાં ગુજરાતના ફેન્સી દીવા ત્રણ-ચાર ગણા મોંઘા છે તેમ છતાં ઉત્તર ભારતમાં લોકો ગુજરાતના દીવાને જ પ્રાથમિકતાના ધોરણે ખરીદી રહ્યા છે. અત્યાર સુધી એવું બનતું હતું કે, દિવાળીના તહેવારોમાં રોશની માટે ચાઈનીઝ મીણબત્તીઓ ફેન્સી હોવાને કારણે ડિમાન્ડમાં રહેતી હતી. દેખાવમાં અત્યંત આકર્ષક લાગતી આ મીણબત્તીઓ આ વખતે ઘણી ઓછી વેચાઈ રહી છે.

તેની તુલનામાં ગુજરાતના ફેન્સી દીવાનો સ્ટોક તુરત ખલાસ થઈ જાય છે. સરેરાશ એક દીવાની કિંમત રૂ. ૨૦થી રૂ. ૬૦ પ્રતિ નંગ સુધીની હોય છે. કિંમતનો આધાર સાઈઝ પર રહેલો છે.

Previous articleઅમદાવાદની કંપની ૨૨૯ કરોડનાં ખર્ચે નવી સંસદની ડિઝાઇન તૈયાર કરશે
Next articleધનતેરસ પ્રસંગે મોટાપાયે ખરીદી સવારથી જામી ગઇ