ઘોઘાના ખજુરીયા ચોક, જૈન દેરાસર પાસે આવેલ હિન્દુ-મુસ્લિમ સમુદાયની એકતાનું પ્રતિક એવા હઝરત ચોભાપીરની દરગાહ ખાતે વર્ષ પરંપરા અનુસાર બન્ને સમુદાય દ્વારા ઉર્ષ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાત્રે ખ્યાતનામ કવ્વાલ દ્વારા કવ્વાલીના પ્રોગ્રામમાં મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.